તું ખુશ છે ને ?

અમદાવાદ માં એડમિશન મળ્યા ને એક વરસ પુરૂ થવા આવ્યું….. ઘર થી પહેલી વાર હવે મારૂ પોતાનું સરનામું બદલાશે એવા ભાવ થી પહેલી વાર નીકળ્યો હતો.. આમ તો પુરી રીતે સેટ થઇ ગયો છું. ને જેમાં નથી થયો એ વસ્તુ ને પણ ન્યુટન ના ત્રણે ત્રણ નિયમો ની જેમ અપનાવી લીધી છે.

એમ તો ઘણી વસ્તું બદલાઈ ગઇ.. ઘણો બધો હું પણ બદલાઈ ગયો(નજીક ના મિત્રો ના રિવ્યુ પ્રમાણે) છું. પરંતુ એક રૂટીન જળવાઈ રહ્યું છે.. કે, દરરોજ રાત્રે ઘરે થી કોલ આવે ને દિવસ દરમિયાન બનેલી જે પણ વાત હોય તેની પેટ છુટી વાત થાય. આખા દિવસ માં જે કંઇ પણ બન્યુ હોય એની વાત થાય, આજુ બાજુ ના પડોશી ની વાત હોય કે નજીક ના સંબંધી ના કોઇ સમાચાર હોય આ બધી વસ્તુ ની વાત હરરોજ રાત્રે થાય…

એક વગરઘડાયેલા નિયમ અંતર્ગત દરરોજ રાત્રે ૧૦:૩૦ થી લઇ ને ૧૧:૦૦ વાગ્યા સુધી માં કોલ આવી જ જાય, ને એમાં પણ ફોન મારા મમ્મી જ કરે ને એ પોતે શું ખબર આખો દિવસ મન માં સંઘરતા હશે કે શું ખબર પણ એમની પાસે વાત કરવા ના જેટલા જોઇએ એટલા ટોપીક હોય જ.. મારી પહેલા થી જ કોમ્યુનિકેશન સ્કીલ વીક રહી છે, એટલે મારા ઘણા ફેમિલી મેમ્બર્સ કે બીજા માણસો ની બઉજ તાજી ફરિયાદ રહેતી હોય છે કે, મને વાત કરતાં જ નથી આવડતું !!! 😄 પરંતુ એક મસ્ત ઉપાય મેં પણ શોધી કાઢ્યો છે જ્યારે લાગે કે વાત પુરી થવા માં છે ત્યારે સામે થી જ બોલું કે “ફરમાવો બીજું” એટલે તેને એ લાગે કે તેમના પાસે ટોપીક નથી ને વાત પુરી થાય… પરંતુ આ તો અમારા માતજી જાણે કોઇ નેતા ની જેમ સ્પીચ તૈયાર જ હોય… ને વાત પતે પછી મને પુછે.. “બોલ તું..” ને હું થોડી વાત પતાવવું એટલે ફોન પપ્પા ને પાસ થાય…….

જય વસાવડા ની સ્પીચ સાંભળતો હતો એમાં એક બઉં સુંદર વાત કરે છે જે મને શબ્દશઃ યાદ નથી પણ વાત એમ હતી કે, “ એક પ્રાચીન સંસ્કૃતી માં માન્યતા પ્રમાણે જ્યારે માણસ મરે પછી તેનો આખર નિણૅય કરવા માટે કે હવે તેને શું મળશે ( આપડી દેશી માન્યતા પ્રમાણે સ્વગૅ કે નકૅ ) તેનો નિણૅય કરવા માટે તેને લઇ જવા માં આવે ને એને બઉં લાંબુ લચક કંઇ કહેવા માં કે પૂછવા માં ન આવે પરંતુ ૨ વસ્તુ જ પૂછવા માં આવે ૧.તમે પૃથ્વી પર આનંદ કર્યો ? આ જવાબ મળ્યા બાદ બીજો સવાલ પૂછવામાં આવે કે… ૨.તમારા જીવન થી બીજા ના જીવન માં આનંદ આવ્યો ?” આ બંને વાતો વિચારો તો ધણી ઊંડી છે.. ને વિચારો તો ખ્યાલ આવશે કે જો આ બંને ના જવાબ આપીએ તો લાઈફ ના બધાજ જવાબો મળી જાય એમ આ વાત એકદમ ગાગર માં સાગર જેવી છે…

હા તો, મમ્મી સાથે ફોન માં વાત પુરી થાય એટલે ફોન પપ્પા ને પાસ થાય ને બઉજ ઉપરછલ્લી વાત થાય એ માં પણ મોટા ભાગની તો કામની વાત જ થાય ને અંતમાં એ એકજ સવાલ પુછે કે જે મને ખુબજ ગમતો પરંતુ કસોટી માંગી લે એવો સવાલ કરે કે “તું મન થી ખુશ છે ને ? કંઇ પ્રોબ્લેમ તો નથી ને ?” આ ખુબજ નાની અમસ્તી વાત માં એમને બધી વાત નો જવાબ મળી જાય…એ બાપ નું ને એથી વધારે તો પુરુષ નું હ્યદય છે.. એ જાણે છે કે આતો લાઈફ છે.. મુશ્કેલી તો આવવાની, બધી જ મુશ્કેલી વિશે જો સંતાન ને પૂછીએ તો ને નિવારણ લાવીએ તો એ કદી શીખશે ? ને એથી એય વધુ મહત્વ ની વાત કહેલી કે “પછતાઇ ને પણ અનુભવ લે જે એ કામ આવશે…”

            હવે એ બાબત વિશે તો શ્યોર છું કે મારા પપ્પા કદી કોઈ નિયમિત પુસ્તકો ના વાંચન મા રહેતા નથી… પણ એ ખાત્રી કરતાં પણ મને પ્રિય છે એ વસ્તુ એ વાત કે.. “તું મન થી ખુશ છે ને ?”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s