આઈસક્રીમ બપોર……..

ભાઇ નો વતન વાસ ચાલે છે. અને એ બધા લોકો જાણે છે કે, જ્યારે થોડા દિવસો માટે ઘરે આવો તો ભાવતુ બધું બને, ખાસ કરીને દર એક ટાણે પૂછવામાં આવે કે, “બેટા શું ખાવું છે તારે?” ભાઈ ભાઇ.. ઘરે આવો તો આવા ઘણા ફાયદા છે. પરંતુ વાંચવા વાળા અમુક મિત્રો ઘણા અનુભવી હશે.

આજે સવારે જ્યારે ન્યુઝપેપર વાંચતો હતો ત્યારે પપ્પા એ કીધું કે, “બેટા પેલો ફ્રિઝર માં જે બોટલ મૂકી છે એ લઈ આવ તો..” મેં વિચાર્યું કે ફ્રિઝર માં બોટલ મૂકવી જ શા માટે? ત્યાં મમ્મી એ કીધું કે એમને ઉતાવળ છે ફટાફટ આપ. ભાઇ એ ફ્રિઝર ખોલ્યું ત્યાં તો ઓહો….હો.. આઈસક્રીમ ના બોક્ષ પડેલા હતા ને ઉત્સાહમાં ને ઉત્સાહમાં આગળ-પાછળ જોયું તો પપ્પા ઊભા હતા ને મને ગળે લગાવી લીધો કે, “મારા દિકરા ને બઉં ભાવે ને?” ખબર ન પડી કે શું બોલવું? બસ એ પળ ને અનુભવી લીધી.. ને પછી મમ્મી એ નક્કી કર્યું કે “બપોરે પપ્પા આવે ત્યારે બધા સાથે…”

નાનો હતો ત્યારે અમારા ઘર માં એક વણ ઘડાયેલો નિયમ હતો કે, “દર મહિને પપ્પા નો પગાર આવે એટલે બહાર હોટેલ નું એક વાર જમવા જવાનું” એ દિવસ તો જાણે એટલો મજાનો હોય કે.. જે દિવસે ખબર હોય કે આજે બહાર જમવા જવા નું છે! અને એમાં પણ આજુ-બાજુ વાળા મિત્રો ને કીધું હોય કે, “આજે રમવા નહિ અવાય.. “ એટલે પુછે કે, “કેમ?” ને પછી વટ પડે કે “આજે તો હું બાર અહિયા જવાનો જમવા..” પછી મમ્મી-પપ્પા ને કઉ કે, “મમ્મી અહિયા જઈએ” ને પછી મમ્મી કે, “બેટા ત્યાં બઉં મોંઘું છે, આપણે ના પોસાય.. વગેરે..“ ને નજીક ની રેસ્ટોરેન્ટ માં જઈએ. થોડી વાર તો મુડ ઉદાસ થઈ જાય પરંતુ, પહેલો ઓર્ડર આવે એટલે બધું દુ:ખ જતું રહે.. શેની નારાજગી હતી એ ખબર જ ના રહેતી.

એમાં પણ ઘણી વાર એવું બને કે, ઉનાળા માં ને એમાં મહિના માં એક વાર તો બહાર જમવા જતાં જ હોઇએ એમાં મહિના મા બહાર નાં  મનોરંજન ના ખર્ચ માટે નું ઘણું બજેટ ખર્ચ થઈ જતું હોય અને એમાં પણ આઈસક્રીમ ખાવા જવા નો અલગ થી કાર્યક્રમ બનતો. પપ્પા એ માટે પણ કોઇ દિવસ ના ન કહેતા અને ફાઈનલી આઈસક્રીમ માટે અમારી એક નક્કી કરેલી શૉપ પર જતા..

અત્યારે જ્યારે હું અને મમ્મી આ પ્રસંગ યાદ કરતાં હોઇએ એમાં પણ હસવું ત્યારે આવે કે જ્યારે આઈસક્રીમ માટે જઈએ ત્યારે હું ને ભાઈ આઈસક્રીમ વધારે ખવાય એટલે આખો દિવસ ઓછું જમતા અને બીજું કંઈ જ ન ખાતા…… અને એમાં પણ બજેટ ટાઈટ હોય એવી સીચ્યુએશન માં બે કે ત્રણ વાર આઈસક્રીમ મગાવતાં એ સમયે મમ્મી કહેતી કે બેટા આટલો બધો આઈસક્રીમ ના ખવાય, પણ એ સમયે પપ્પા એમ કેંતા કે “ખાવા દેં નેં … બંને ને ભાવે છે તો! મંગાવો બેટા તમારે જે ખાવું હોય એ…….”

 

BTW બોક્ષ ખુલ્લું છે….. ટા-ટા…….

icecream oceaneticskyline.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s