કરશે કોઈ પાસ???

હા…હા એ વાત સાચી એમ કહી ને મારી બસ આવી ને અમે છુટા પડ્યા…

મીડ-સેમ એક્ઝામ્સ પુરી થઇ હતી એટલે બધા છુટા પડ્યા. બસ સ્ટેન્ડ પાસે  ઊભા-ઊભા એક્ઝામ્સ ના પેપર વિષે વાત કરતાં હતા.

એમાં કોઈએ વાત કરી કે સાલા શું જમાનો હતો ને ૧૧-૧૨ સાયન્સ નો કે જેમાં પેપર સોલ્વ કરતાં-કરતાં તો રીતસર ના ઝધડા થતા કે હું કઉ એમ જ આવે… હું સાચો બોલ લાગી શર્ત ? ને મારા ડિપ્લોમા વાળા મિત્ર સાથે વાત કરતાં હું બોલ્યો કે, “ક્યા એ જમાના વયા ગયા કે જ્યાં 30 માંથી ૨૫ ઉપર તો આવવા જ જોઇએ એવો ગોલ સેટ કરતાં !”

ત્યાં બસ આવી ગઈ…

        BRTS માં બેસીને હવે હું સાચે મારા પેપર વિષે વિચારવા લાગ્યો… આમાં ૧૭ જેટલાં તો આવી જશે, આમાં ૧૫ ઉપર તો પાકા, પેલો પેપર સારો ગયો તો પણ ૧૮-૨૦ જેવા આવશે… અને હા, યારરર… આજ નો પેપર માં જ લોચો છે! ૧૨ એય માંડ-માંડ ભેગા થશે.. કાંઇ નઇ તો સ્ટેપ નાં તો માર્ક એના બાપા ચેક કરે તોય આપવા જ પડે ને.. એમ વિચારી ને મેં મને પાસ ઘોષિત કરી દીધો…. 😃😉

એસી ની વેન મારા ઉપર સેટ કરી અને પછી કાન માં ઇયર-ફોન નાંખી ને બારી ના કાચ ને માથું ટેકવી ને બહાર ના દ્રશ્યો નિહાળતો હતો. રસ્તા માં એક નાનું મંદિર આવ્યું બહાર ના ભાગ માં ફુલ વેંચનાર લાઇન સર બેઠાં હતા.. હશે કોઇ ખાસ વાર, મંદિર માં ભીડ પણ સારી હતી. અચાનક એક કિસ્સો યાદ આવી ગયો ને હું વિચારો માં ચાલ્યો ગયો……

         લગભગ ૨ કે ૩ ધોરણ માં હોઈશ, પક્કું યાદ નથી. પણ જેના સંદર્ભ માં આ વસ્તુ યાદ આવી છે એ બરોબર યાદ છે. એ દિવસે મમ્મી એ ૩.રૂપિયા વાપરવા આપેલા.. કારણ કે મારો સ્કૂલ ની એક્ઝામ્સ માં પહેલો નંબર આવ્યો હતો. ઉપલા ખીસ્સા માં એ સિક્કા નાંખી ને સવાર ના પહોર માં હું મિત્રો સાથે સાઇકલ ચલાવવા ગયેલો.. સાઇકલ ને પુરપાટ ઝડપે ચલાવવા માટે નાના હતાં ત્યારે ઊભા થઇ ને ચલાવતાં. હું જ્યારે પણ સાઇકલ ના પૅડલ ઊભા થઇ ને મારતો ત્યારે પેલાં ૧.રૂ ના ૩ સિક્કા ખણ-ખણ અવાજ કરતાં.. કસમ થી કઉ તો એ દિવસે કોઇ બિલ્યોનેર કરતાં કમ ફિલીંગ્સ નહોતી આવતી.

બધા એ રેસ લગાવતાં-લગાવતાં મામા ના ઓટલે પહોંચ્યા.(મામા નો ઓટલો એટલે….. ખરેખર શું છે એ તો મને આજેય નથી ખબર પણ એ નાનકડો દેરી જેવડું હોય, અને બધા ત્યાં દર્શન કરવા આવતાં. મુખ્ય વાર-ગુરુવાર 😃) મામાનો ઓટલો અમારા માટે આરામ કરવા માટે નું સ્થળ હતું. હવે હું વિચારતો હતો કે આ રૂપિયા ક્યા વાપરીએ… અંતે નક્કી કર્યું કે, સ્કૂલે જઈને ૧.રૂ નું રાજુ નું સમોસુ ખાવું પછી રિસેસ માં ૧.રૂ ની ઓમ ખાવી ને પછી .. એવું હોય તો એક રૂપિયો સાચવી રાખીશ… અમારા એ સ્કૂલ ના દિવસો માં આ બધી વસ્તુ ઓ બઉજ પ્રખ્યાત હતી..

વિચાર્યા પ્રમાણે થયું પણ ખરું. અને એ ૧.રૂ નો વધેલો સિક્કો મેં ઘણાં દિવસો સુધી સાચવી રાખ્યો. એક દિવસ સવારે મમ્મી સાથે દર્શન કરવા ગયો હોઈશ. એ ૧.રૂ નો સિક્કો હવે પોતે ખર્ચાવા માટે હું કોઈ સારા મોકા ની વાટ જોતો હતો. સમોસા ખાવા ની છૂટ માંડ-માંડ મળતી, એટલે હવે આ સિક્કો વધારે જ ભારે લાગતો હતો. મંદિરે ગયા, મમ્મી એ ત્યાં થી ફુલ લીધા. મેં કીધું કે, “મારે એક ગુલાબ નું ફુલ લેવું છે.” તો ચોખ્ખી ના આવી. હવે મેં વિચાર્યું કે આ જ મોકો છે… ખીસ્સા માંથી ૧.રૂ નો સિક્કો કાઢ્યો ને પેલા ભાઈ ને પૂછ્યું કે, “ગુલાબ નું શું છે ?” પેલા ભાઇ એ કીધું, “ ૧.રૂ ના ૨” મેં ૧.રૂ નો સિક્કો કાઢી ને પેલા ને કરોડનો નો ચેક આપતો હોવ એમ આપ્યો અને પેલાં ફુલ હાથ માં લઇ મંદિર નો ધંટ જોરથી વગાડી  ને મમ્મી ની બાજુ માં ઉભો રહી ગયો.

મમ્મી ને આખી રામાયણ કીધી. હું ફુલો ને સુંઘવા માં ને જોવા માં વ્યસ્ત હતો ત્યાં અમારો વારો આવ્યો. મમ્મી એ જે કંઈ પણ ચડાવો હતો જેમ કે ફુલ-બીલીપત્ર-પાણી ની લોટી એ પૂજારી ને આપ્યું અને પુજારી એ શિવલિંગ પર ચડાવ્યું. અંતે મારા હાથ માં જે ફુલો હતાં એ પણ મમ્મી એ લઈ ને પુજારી ને આપી દીધા, હું હેબતાઈ ગયો….અરે યારરર… એ મેં મારા માટે લીધા હતા. ભગવાનની પાસે તો કેટલા બધા છે………..થોડી સેકેન્ડસ પુરતી આંખો બંધ કરી અને પછી જવા માટે હું ચાલતો થયો ત્યારે પેલા પૂજારી એ મને બોલાવ્યો અને મને માથા ઉપર હાથ મુકી ને કીધું કે, “શંકર ભગવાન તને પરીક્ષા માં ચોક્કસ પાસ કરશે…”

“પાસ થવાનું ક્યાં કહો છો કાકા…. મારે તો આમેય પેલો નંબર જ આવે છે!”

આવું કઈંક મગજ માં આવ્યું હતું પણ બોલ્યો નતો………….

              યારરરર…. ભલે અત્યારે ૧૦ ગુલાબ ના ફુલ ચડાવી દઉં… છે કોઈ અત્યારે, કે જે પાસ થાવાની ગૅરંટી આપે????? કરશે કોઈ પાસ???

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s